ગુજરાતી એટલે શાકાહારી?
હું ગઇકાલે મારા ગ્રીક અને બ્રિટિશ મિત્રો સાથે વાતો કરતો હતો. વાત વાત માં મેં જણાવ્યુ કે હું માંસ નથી ખાતો. ગ્રીક મિત્ર તો મારી વાત માનવા જ તૈયાર નો’તો! અંતે જ્યારે માન્યું ત્યારે કહે કે ‘તને ખબર નથી તું શું ગુમાવી રહ્યો છે!’ મારા ચાઇનીઝ સાહેબ ને પણ સમજાતું નથી કે હું શા માટે શાકાહારી રહીને મારા શરીર ઉપર ‘અત્યાચાર’ કરુ છું?
આ ચર્ચા ઉપર થી મને એક પ્રસંગ યાદ આવે છે જ્યારે હું મોરબી માં બારમા ધોરણ માં ભણતો હતો. મારા ઘર માં ઇંડા અને માંસ નું નામ લઉં તો મમ્મી ટાંટીયા ભાંગી નાખે! બજાર માં ક્યાંક ઇંડા ની રેકડી પાસે થી પસાર થવાનું આવે ત્યારે મમ્મી પોતાના નાક આડો રૂમાલ રાખી દેતી. મારે કબૂલ કરવુ રહ્યુ કે આમ્લેટ ની વાસ મને તો ‘સુગંધ’ લાગતી! મારા અમુક મિત્રો છાનામાના ઇંડા ખાતા. એક દિવસ સાંજે ટ્યુશન માં થી છુટીને તે લોકો એ આમ્લેટ ખાવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. મારાથી પણ રહેવાયુ નહિં અને હું પણ બીતો બીતો તેમની સાથે ગ્યો. તે દિવસે ઇંડા સાથે મારી જે સુલેહ થઇ તે 9 વરસ ચાલી. અંદરોઅંદર ક્યારેક ગ્લાનિ અનુભવતો પણ ઘરે કોઇ દિવસ કહેવા માટે જીભ ઉપડી જ નહી. પણ જ્યાં જીભ ન ચાલે ત્યાં કલમ પહોંચે. મે ભારત છોડ્યા પછી મમ્મી-પપ્પા ને ટપાલ લખીને જાણ કરી. વાંચીને મમ્મી ને ખુબ દુઃખ થયું હશે, તેની મને ખબર છે. આખરે મેં જાતે જ ઇંડા નહી ખાવાનો નિર્યણ લઇ લીધો.
હું અહીં બિલકુલ દલીલ કરવા નથી માંગતો કે ઇંડા અને માંસ ખવાય કે ન ખવાય. એ તો જેવી વ્યક્તિ ની ઇચ્છા. પણ શાકાહાર જેટલો ગુજરાત માં વ્યાપક છે તેટલો કદાચ ભારત ના બીજા કોઇ રાજ્ય માં નહિ હોય (સિવાય કે રાજસ્થાન). મેં આંધ્રપ્રદેશ માં ચાર વરસ કાઢ્યા છે અને ત્યાં મારી કોલેજ ની હોસ્ટેલ માં બે શાકાહારી મેસ (mess) ની સામે ત્રણ માંસાહારી મેસ હતી. મને તો ગુજરાતી લોકો ના શાકાહાર તરફ ના લગાવ પાછળ ગાંધીજી ની ચળવળ અને જૈન ધર્મ નાં પ્રભાવ નો મોટો 'હાથ' લાગે છે.

5 Comments:
yes...Gandhiji has influenced a lot..before that the dominance of Jainism in Gujarat. There are social (regional), religious and scientific ways to evaluate the vegetarianism of Gujarat. I hope most Gujaraties are vegetarian by choice.
Vegetarian by choice is more democratic than by religious stigma or social pressure.
Ofcourse I ate meat and eggs in past just to have taste. Sometimes i do prefer to have omlett in brekfast. In general, I prefer to take veg food, however in adverse situation can also eat meat.
By the way Hiren where do you live now? May I get your email Id pls?
Good point for a debate for many though you dont intend to so..!!!
pancham
I live in Brighton; 90 kms from your place.
nondualistic@hotmail.co.uk
Make point to vist London and lets meetup.
હિરેનભાઈ.
પ્રથમ તો હું ક્ષમા માંગુ છુ કે તમારા પત્રનો જવાબ ન દઈ શકયો તે બદલ કારણ કે હમણા હું થોડા દિવસથી એકલો મારા શહેર પોરબંદર ની બાજુમાં બરડા ડુંગરમાં રખડવા ચાલ્યો ગયો હતો પ્રકુતિની મઝા માણવા સાથે "અજ્ઞય" જી ની નવલકથા "નદી કે દ્રીપ", "વિમલમીત્ર" ની "મૈ" અને દોસ્તોવ્સ્કી ની "જૈલ" લઈ ગયો અને વરસાદી માહોલ વચ્ચે વાંચવાની મઝા માણી,કાચુપાકુ ખાધુ ને ચા ની અડારી ભરી ભરી ને પીધી[ચુલ્લાની ચા ની મઝાઔર છે].
તમારો લેખ ગમ્યો અને મોરબી વાળો લેખ વાંચ્યો હવે મને લાગે છે કે નેટ ની દુનિયામાં ડાયરો જામ્યો છે.
ખુબ આભાર, અશોક ભાઇ. તમે જલ્દી જવાબ ન દઇ શક્યા એનો કોઇ વાંધો નહી. મને જરૂરી મદદ ધવલ ભાઇ તરફ થી મળી ગઇ હતી.
હિરેન
Post a Comment
<< Home