Wednesday, January 18, 2012

I just logged into my blogpost account after a long time. Lakhvanu mann thay chhe, pan gujarati ma lakhva mate wali pachhu laptop ma kaik setting karvu padshe! Aa weekday ma evi kai mathakut karvani himmat thati nathi; pachhi kyarek vaat.

Last post was more than 4 yrs ago and many things and beliefs have changed in life since then.

Thursday, June 01, 2006

પધારો, મેઘરાજા!

ચોમાસુ બેસી ગ્યુ!!

આવ રે વરસાદ,
ઘેબરીયો (sic?) પરસાદ,
ઉની ઉની રોટલી ને
કારેલાં નું શાક!

અપને દેશ કી મિટ્ટી કી ખુશ્બુ યાદ આતી હૈ :-)

Saturday, April 15, 2006

I love Gujarati

નર્મદા યોજના સામે હમણાં મેધા પાટકર નાં વધેલા વિરોધ ને લીધે જે રોજેરોજ બેય તરફ થી યોજના ની તરફેણ માં અને વિરુદ્ધ દલીલો જોવા મળે છે ત્યારે અમારા રાજકોટ નું એકદમ દેશી દૈનિક 'અકિલા' કેમ પાછળ રહે! આજે એક સરસ લીટી વાંચવા મળી:

નર્મદા યોજના: સરદાર નું સ્વપ્ન, સમગ્ર ભારત ની જીવાદોરી
સમીક્ષાનો નિર્યણ લેનાર મનમોહન સરકાર ને કહો- આ યોજનાનો શિલાન્યાસ સોનિયાનાં સાસુનાં બાપુજીએ કરેલો!

હા હા હા હા...

Monday, March 27, 2006

ચંદ્રકાંત બક્ષી

આ માણસ નું વાતાયન વાંચીને મારા જેવા લાખો ગુજરાતી યુવાનો મોટા થ્યા છે. એનાં લેખો માં છલકતી બહાદુરી અને જ્ઞાન નો સમન્વય ગુજરાતી લેખો માં ભાગ્યે જ જોવા મળે છે. ગુજરાતી સમાજ કે જ્યાં બીજી ભાષા (ખાસ કરીને અંગ્રેજી) નાં લખાણો બહોળા પ્રમાણ માં નથી વંચાતા, ત્યાં બક્ષી નાં લેખોએ લોકો ને પોતાનો અભિપ્રાય નિર્ભયતાથી દર્શાવવા પ્રોત્સાહિત કર્યા છે.

He will be missed.

Related: લયસ્તરો ની શ્રદ્ધાંજલી, સિદ્ધાર્થ નું મન

Update: આરપાર (બક્ષી સ્પેશ્યલ), કાર્તિક મિસ્ત્રી ની શ્રદ્ધાંજલી, હાથ તાળી

Tuesday, March 14, 2006

Happy Holi

Tuesday, March 07, 2006

હજુ કેટલી વાર?

માત્ર ચાર મહિના પહેલા દિલ્હી માં ધડાકા કઇરા, બે મહિના પહેલા IISc પર હુમલો કરીને એક વૈજ્ઞાનિક ની હત્યા કઇરી અને આજે એક ધાર્મિક સ્થળ ઉપર હુમલો. દર બે મહિને આપણ ને થપ્પડ પડે છે તો પણ આપણે સુધરતા નથી. બે દિ' છાપા માં આવશે, ટીવી પર આવશે અને પછી બધાય ભુલી જાશે.

આજે બિન-સાંપ્રદાયિક (secular) ભારતીયો સામે બહુ જ મોટી કસોટી છે. જો દેશ ને કોમવાદી તોફાનો થી દૂર રાખીને 21મી સદી ની એક વિકસીત લોકશાહી બનાવવી હશે, તો દેશ નાં રહેવાસીઓ ને સુરક્ષીત કરવા પડશે. લોકો માં જાગૃતી લાવવી પડશે કે સૌથી પહેલા દેશ છે; એમનો ધરમ, એમનું રાજ્ય ઇ બધુય પછી. પણ, લોકો ને આ બધુ ત્યારે સમજાવી શકાય, જ્યારે તેઓ તેમના દેશ માં સુરક્ષા ની લાગણી અનુભવે. જો દર મહિને આવા દૃશ્ય જોવા મળતા હોય, તો તેમનો જીવ ક્યાંથી હેઠો બેહે? સરકારે ત્રાસવાદ ને નાબૂદ કરવો પડશે, ને'તર દેશ માં એવા લોકો નો તુટો નથી, જે આવી જ સ્થિતિ ની રાહ જોઈને બેઠા હોય છે સામાન્ય માણસ ને ઉશ્કેરવા માટે.

अगर सरकार जनता कि यह आवाज नहिं सुनेगी तो, इसका असर बहोत हि खतरनाक हो सकता है।

Saturday, February 18, 2006

Indian blogosphere

I read an interesting article about Indian blogosphere and the potential it has to grow on Dawn and felt like sharing with you guys. So, we should expect a few Gujarati personal blogs this year!

Btw, don't think that I only read Pakistani newspapers, although I've linked a few articles from this paper ;-)