Thursday, November 17, 2005

ભારતીય જીંદગી ની કિંમત

હમણાં જ બી.બી.સી. ઉપર જુલાઈ માં લંડન માં થયેલ ત્રાસવાદીઓ દ્વારા કરાયેલ બૉમ્બ બ્લાસ્ટ્સ ઉપર ડોક્યુમેન્ટરી જોઈ, જે માં 52 લોકો નાં કરૂણ મોત થ્યા’તા. સ્કોટલૅન્ડ યાર્ડ અને મેટ્રોપોલિટન પોલીસે ત્રણ થી ચાર દિ’ ની અંદર ગોતી લીધુ કે માનવ બૉમ્બ ક્યાં થી આઇવા હતા અને એક માનવ બૉમ્બ નો વિડિયો પણ મીડીયા એ રજુ ક’ઇરો. આખી દુનિયા માં આ બ્લાસ્ટ્સ દિવસો સુધી મુખ્ય સમાચારો માં રહ્યા, ભારત નાં છાપાં અને ટી.વી. ઉપર પણ.

દિલ્હી માં ધડાકા થ્યા એને આજે 15 દિ’ ઉપર થ્યુ. 61 જણ માર્યા ગ્યા’તા. પોલીસે હજી સુધી માં શું શું ક’ઇરુ? એક માણસ નો સાદો સ્કેચ બહાર પાઇડો અને એક માણસ ની ધરપકડ ક’ઇરી. આટલા દિ’ પછી હજી એટલી ખબર નથી પ’ઇડી કે કોણે ત્રણ જગ્યાએ બૉમ્બ મુ’ઇકા. આપણાં મીડીયા એ પણ દિલ્હી નાં બ્લાસ્ટ્સ ને ભૂલી જવાનુ પસંદ ક’ઇરુ છે. ધડાકા નાં માત્ર બે દિ’ પછી તો ટાઇમ્સ અને એન.ડી.ટી.વી ની વેબસાઇટ ઉપર ક્રિકેટ માં આપણી શ્રીલંકા ઉપર ની જીત અને મહેન્દ્ર ધોની ની બૅટિંગ મુખ્ય સમાચાર હતા. આપણા દેશ ની કમનસીબી તો જુઓ કે ભારત નાં મીડીયા ને લંડન કરતા દિલ્હી ની દુર્ઘટનાઓ માં ઓછો રસ છે.

આપણાં જ લોકો ની નજર માં એક ભારતીય જીંદગી ની કિંમત એક પશ્ચીમી જિંદગી કરતા ઓછી થઈ ગઈ છે. કોઈપણ દેશ ખાલી પૈસા થી મહાન નથી થાતો; દેશ ત્યારે મહાન થાય છે જ્યારે દેશ ની દરેક સંસ્થા, જાહેર કે ખાનગી, કસોટી નાં સમયે એક થઇને સમસ્યા નાં અંત સુધી પહોંચવામાં પોતાની જવાબદારી પ્રામાણિક અને દેશભાવ થી ભજવે.

આજે એક સરસ વિચાર વાંચવા મળ્યો. ઈંડિયન એક્સપ્રેસ હમણાં “IndiaEmpowered” નામ થી શ્રેણીબંધ લેખો બહાર પાડે છે. આજે એક વાંચક જિજ્ઞાબેન અગરવાલે લખેલું છે : India will be empowered only when the police becomes smarter than the criminals.

3 Comments:

Blogger ધવલ said...

સો ટકાની વાત ! બાય ધ વે, ઈંડિયન એક્સપ્રેસની લેખમાળા વાંચવાની ખૂબ સરસ છે.

17/11/05 02:05  
Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

મનમાં આવતા વિચારોને એ જ સ્વરૂપમાં પ્રસ્તૂત કરવાને તમારી આવડત કાબિલેતારીફ છે. ધીરે ધીરે ગુજરાતીનો વ્યાપ નેટ પર વધતો જાય છે. મારા એક સંબધીના કહેવા પ્રમાણે દુનિયામાં કદી સારી વસ્તુનો અંત હોતો નથી પરંતુ લોલકની માફક તેની વધ ઘટ થતી રહે છે. ગુજરાતીનું બેસણુ ભાખનારા માટે ગુજરાતીનો વ્યાપ એક લપડાક છે. તમારી જેમ બીજા પણ નેટ પર ગુજરાતીના આ આંદોલનમાં સહભાગી બને એ જ આશા.

સુંદર પ્રવૃતિ ચાલુ રાખશો.

સિદ્ધાર્થ શાહ

18/11/05 02:13  
Anonymous Anonymous said...

siddharth bhai,
tamari vaat bilkul saachi chhe. aaje akhi duniya jyaare english bhasha par prabhutva medavva aandhadi dot mukati hoi, tyaare internet na maadhyam dwaara gujarati bhaasha no vyaap joi ne man anand anand anubhave chhe. ewu laage jaane juno samay paachho awyo ane bhutkaad ma sadehe pahonchi gaya hoiye.
Hirenbhai ne namra vinanti ke tamara vichaaro na pravaah ne roki rakhsho nahi. haa videsh ma vasta howana lidhe darroj lakhwu jara kapru chhe, pan bani shake etlu laksho to mane laage chhe ke gujarati kranti peda thaya vina nahi rahe. ane jewi rite swaraj ni kranti ma yuvano rangai gaya hata, tewi j rite aa kranti ma rangaai jawane maate tatpar chhu.
sau ne mara jai shri krishna.
Mital

18/11/05 23:25  

Post a Comment

<< Home