વર્ગ "મૉનિટર"
આજે મારા એક લંગોટીયા ભાઇબંધ હારે ચૅટ કરતો’તો થોડીકવાર પહેલા. એક રમૂજી પ્રસંગ ને યાદ કઇરો.
અમે બેય એક જ હાઇસ્કુલ માં ભણતા’તા. જ્યારે નવા નવા આઠમા ધોરણ માં દાખલ થ્યા ત્યારે અમારા વર્ગશિક્ષકે કહ્યું કે મૉનિટર અને ઉપ-મૉનિટર (No, not deputy monitor; that’s Ginglish for you!) ની ચૂંટણી કરવી છે. આથી, હું, સદાકાળ સત્તા નો લાલચુ, ચૂંટણી નો’ લડુ ઇ કઇ રીતે બને? આથી કુલ 40 નાં વર્ગ માં 5 જણ ચૂંટણી માં ઉભા ર્યા. મને તો ઓલી અંકલેશ્વર વાળી કંપનીઓ વાળી વાત ની જેમ એમ જ થ્યુ કે આ બધાય મને જ મત દેવાના છે! મત ગણતરી પછી પરિણામ બૉર્ડ પર લખવામાં આવ્યા:
ક – 14, ખ – 9, ગ – 8, ઘ – 4, હિરેન – 3 (મતદાન : 38/40, 95 %)
હવે કરવું શું? “50% મત ન હોય ત્યા સુધી સરકાર નો’ રચી શકાય”, સાઇબ બોઇલા. કોઇ ક કે ખ ને ટેકો આપવા તૈયાર નો થ્યુ. ગ ને ક સિવાય બધાય ટેકો આપવા તૈયાર થ્યા. આથી, ગ ને બહુમતી મઇળી એટલે ઇ થ્યો મૉનિટર અને સૌથી મોટો ટેકેદાર ખ ઉપ-મૉનિટર. મારો આ ચૅટ વાળો ભાઇબંધ મશ્કરી કરીને ક્યે, “ એક મત તારો, એક મારો. તને ત્રીજો મત ક્યાં થી મળી ગ્યો!” હશે ભાઇ :(
એ જ દિવસે, બે ત્રણ પીરીયડ પછી કોઇ સાઇબ વર્ગ માં નો’તા. છોકરાંવ દેકારો કરતા’તા. અચાનક, ત્યાં થી પસાર થતા એક સાઇબ ઉપ-મૉનિટર ખ ને વાતુ કરતા જોઇ ગ્યા અને આવીને એને મારવા મઇ’ન્ડા! કો’ ક દોઢ ડાહ્યો બોઇલો કે સર, ઇ તો મૉનિટર છે! સાઇબ ક્યે, “આવા મૉનિટર નો’ હાલે, કાઢો એને!” એટલે મુખ્ય મંત્રી ગ ઉભો થ્યો. તક નો અહેસાસ થતાં જ મેં અને ઘ એ આંગળી ઉંચી કઇરી. ગ ક્યે કે,”હું હિરેન ને ઉપ-મૉનિટર બનાવું છું!”. વાહ, મારા તો ભાઇગ ઉઘડી ગ્યા; જેને 10% મત નો’તા મઇળા, ઇ ઉપ-મૉનિટર :)
એટલે, આજે હું મારી બડાઇ કરતો’તો ઇ ભાઇબંધ સામે કે મને 3 મત મઇળા’તા તો ય ચૂંટણી નાં દિવસે જ મેં મંત્રી થઇ ને દેખાડ્યુ! ભાઇબંધ બોઇલો, “ઇ જ તો આપણા દેશ ની કમનસીબી છે કે જેની પાસે મતદાર નો ટેકો (વિશ્વાસ) નથી, એવા લોકો નેતા થઇ ને બેહી જાય છે”. How true!

2 Comments:
:-) :-) :-) This is one of the 'Only in India' kind of things !
BTW, we use word 'Gujlish' to signify hybrid of Gujarati and English. Is 'Ginglish' more British thing ?
Is it? I just derived it from 'Hinglish'! Will remember it from next time; thanks :)
Post a Comment
<< Home