માત્ર ચાર મહિના પહેલા
દિલ્હી માં ધડાકા કઇરા, બે મહિના પહેલા
IISc પર હુમલો કરીને એક વૈજ્ઞાનિક ની હત્યા કઇરી અને આજે
એક ધાર્મિક સ્થળ ઉપર હુમલો. દર બે મહિને આપણ ને થપ્પડ પડે છે તો પણ આપણે સુધરતા નથી. બે દિ' છાપા માં આવશે, ટીવી પર આવશે અને પછી
બધાય ભુલી જાશે.
આજે બિન-સાંપ્રદાયિક (secular) ભારતીયો સામે બહુ જ મોટી કસોટી છે. જો દેશ ને કોમવાદી તોફાનો થી દૂર રાખીને 21મી સદી ની એક વિકસીત લોકશાહી બનાવવી હશે, તો દેશ નાં રહેવાસીઓ ને સુરક્ષીત કરવા પડશે. લોકો માં જાગૃતી લાવવી પડશે કે સૌથી પહેલા
દેશ છે; એમનો ધરમ, એમનું રાજ્ય ઇ બધુય પછી. પણ, લોકો ને આ બધુ ત્યારે સમજાવી શકાય, જ્યારે તેઓ તેમના દેશ માં સુરક્ષા ની લાગણી અનુભવે. જો દર મહિને
આવા દૃશ્ય જોવા મળતા હોય, તો તેમનો જીવ ક્યાંથી હેઠો બેહે? સરકારે ત્રાસવાદ ને નાબૂદ કરવો પડશે, ને'તર દેશ માં એવા લોકો નો તુટો નથી, જે આવી જ સ્થિતિ ની રાહ જોઈને બેઠા હોય છે સામાન્ય માણસ ને ઉશ્કેરવા માટે.
अगर सरकार जनता कि यह आवाज नहिं सुनेगी तो, इसका असर बहोत हि खतरनाक हो सकता है।