Monday, November 28, 2005

Usual disgusting news

મેં વિચાઇરુ તું કે હું રાજકારણ વિશે બહુ નહિ વાંચું, વિચારું (ને’તર મારુ ભણવાનું બગડશે); પણ અત્યારે એક સમાચાર વાંઇચા એટલે મારી જાત ને રોકી નો શઇકો. આપણા સન્યાસી ઉમાબેન ફરી પાછા ગુસ્સે થ્યા છે અને એમના અમુક ટેકેદારોએ તોડફોડ કરી છે. Self proclaimed, સતા લાલચુ સન્યાસીઓ ભારત માટે શરમજનક છે. જેના તેઓ રક્ષક બનીને ફરે છે, એવા હિંદુ ધર્મ ને આવા સન્યાસીઓ ની જરાય જરૂર નથી. NDTV કહે છે કે આ વખતે ઉમાબેન રીસામણે હિમાલય નહિ પણ ‘પદ યાત્રા’ કરીને અયોધ્યા જશે (અયોધ્યા ની ભાગોળે થી અયોધ્યા ની બજાર સુધી!). So much for protecting Hindutva!

Friday, November 25, 2005

ઝીણા અવાજ નો પડઘો

હું જ્યારે આંધ્ર માં એન્જીનીઅરીંગ કરવા ગ્યો ત્યારે મને આખા ભારત નાં લોકો ને જાણવાનો મોકો મ’ઇળો; કેમ કે, અમારી કૉલેજ માં 50 % બેઠકો આંધ્ર નાં વિદ્યાર્થીઓ માટે અને 50 % બેઠકો ભારત નાં બધા રાજયો નાં વિદ્યાર્થીઓ ને ફાળવવામાં આવે છે. સૌથી વધારે બેઠકો ઉત્તર પ્રદેશ માટે અને ત્યાર પછી બિહાર માટે રાખેલી (ત્યારે બિહાર અને ઝારખંડ અલગ રાજ્યો નો’તા). ત્યાં બિહારી વિદ્યાર્થીઓ જોઇ ને બિહાર ની વર્તમાન પરિસ્થિતિ થી અજાણ કોઈપણ વ્યક્તિ એમ જ માની લે કે બિહાર એ ભારત નું સૌથી વિકસીત રાજ્યો માં નું એક હશે. એમના જેવા મહેનતુ અને બુદ્ધિશાળી લોકો મારી કૉલેજ માં જવલ્લે જ જોવા મળતા, એમ કહેવામાં મને જરાય અતિશયોક્તિ જણાતી નથી.

જ્યારે આપણે ગુજરાતીઓ IIT જેવી સંસ્થાઓ માં દાખલો લેવા ડાફોળીયા મારતા હોઇએ છીએ, ત્યારે રાંચી, જમશેદપુર (અને કદાચ પટણા પણ) જેવા એક એક શહેર માં થી 100+ વિદ્યાર્થીઓ દર વરસે IITs માં જાય છે.

હું એમ નથી કહેવા માંગતો કે બિહાર માં શિક્ષણ ની તંગી નથી કે બિહાર માં કોઇ પ્રશ્ન નથી, પણ મને વિશ્વાસ છે કે પૂરી સગવડો હોય તો બિહારી ક્યાંય પાછો નો'પડે. ભારત માં literacy 65+ % છે, જ્યારે બિહાર માં 47% છે. દેશ ની 23 - 26% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે જ્યારે બિહાર માં 40% લોકો ગરીબ છે. બિહારી લોકો ની જીંદગી નાત – જાત નાં કુંડાળા માં બીજા ભારતીયો કરતા વધારે અટવાયા કરે છે. મોટે ભાગે, રાજકારણીઓ એ આ પ્રશ્નો નાં જવાબ ગોતવાનાં બદલે એમાં કેરોસીન જ રેઇડુ છે.

જ્યારે પંદર વરહ થી રાજા ની જેમ બિહાર ઉપર રાજ કરતો બદમાશ આશા નું એકપણ કિરણ પણ દેખાવા નો’તો દેતો, ત્યારે જ ગરીબ બિહારી જનતા એ - કે જેણે ભાગ્યે જ પરિવર્તન શબ્દ નો અર્થ જાણ્યો છે - આ બદમાશ ને અહિંસક અને કાયદેસર રીતે ખુરશી ઉપર થી હટાઇવો. આનાથી, મોટો ચમત્કાર શું હોઇ શકે? ગાંધીજી કહેતા કે તેઓ ઈશ્વર દ્વારા પ્રેરીત ચમત્કાર માં માને છે. એમના કહેવા મુજબ કોઇ ધુળ માં થી સોનું કાઢી બતાવે એને ચમત્કાર નો કહેવાય, પણ જ્યારે સામાજીક વર્ગ વ્યવસ્થા માં સૌથી ખરાબ પરિસ્થિતિ માં રહેલી વ્યક્તિ નાં હ્રદય માં ઉઠતાં ઝીણા અવાજ નો મોટો પડઘો પડે, ત્યારે એને ચમત્કાર જ ગણવો જોઇએ.

હવે જો આ પડઘા નો જવાબ નવી સરકાર દ્વારા પરિવર્તન થી નહિં દેવામાં આવે તો? આપણે આશા રાખીએ કે એવી સ્થિતિ ઉત્પન્ન નો’ થાય.

Thursday, November 24, 2005

શિયાળા ની સવાર

બારમા ધોરણ માં ભણતા વિદ્યાર્થી અને શિયાળો. મને શિયાળા માં જો સૌથી વધારે કાંઇ યાદ આવતું હોય તો મારું બારમુ ધોરણ. બહુ કઠીન સમય હતો, પણ તો ય આજે ખુબ miss કરુ છું.

સવારે છ વાગે બાયોલોજી નું ટ્યુશન રહેતું. મમ્મી પોણા પાંચ વાગે ઉઠાડે. હું ન્હાઈ ને તૈયાર થાઉ ત્યાં સુધી માં ચા અને ભાખરી તૈયાર હોય. ક્યારેક ક્યારેક બાજુ ની સોસાઈટી માં થી બે ભાઈબંધો એક બજાજ સન્ની પર તેડવા આવી જાય 5.35 વાગે. જો ઇ નો આવે તો મારે સમજવાનું કે મારે જઇ ને એમાંથી એક કુમ્ભકર્ણ ને ઉઠાડવો પડશે અને બીજો કુમ્ભકર્ણ શિયાળા ની સવારે સૌથી વધારે કિંમતી વસ્તુ (રજાઈ કે ગોદડું) ને છોડવા માંગતો નથી. એટલે હું સ્વેટર, ટોપી, મફલર, હાથ-મોજાં અને શુઝ પહેરીને મારી સાઇકલ કાં લ્યુના ઉપર રવાના થાવ.

પહેલા મિત્ર નાં ઘર નાં ફળીયા માં જઇ ને એના રૂમ ની બારી ખખડાવુ. કેમ કે એનાં ઘર નાં બીજા લોકો એટલા વહેલા ઉઠતા નહિ (ઉનાળા માં તો બારી ખુલ્લી રહેતી હોવાથી ફળીયામાં નાં ઝાડ ઉપર થી પડેલા જાંબુડા મારીને ઉઠાડતો!!) આ ભાઈ ને ન્હાવા નું કે નાસ્તા નું કાંઈ ઠેકાણું નહિ; એટલે ઇ તો મોઢું ધોઇને મારા ભેગો કાં એની સાઈકલ ઉપર હાલવા મંડે કાં અમે બેય એના/મારા લ્યુના ઉપર હાલતા થાય. શેરી નાં કૂતરાં પણ ઘણી વાર અમારી વાંહે થાતા.

થોડા મહિના માટે, ગુજરાત માં એક કલાક નો વિજળી-કાપ રહેતો. આથી, ટ્યુશન નાં સાઇબ બ્લૅકબોર્ડ પાસે એક ઇમરજન્સી લાઇટ રાખતા. મારા ભાઇબંધ જેવા અમુક નંગ સાવ પાછળ ની લાઇન માં ભીંત ના ટેકે બેસતા કે જ્યાં આ લાઇટ નો પ્રકાશ નો’પહોંચે. સાડા છ વાગે વિજળી ગૂલ થાય એટલે back-benchers ની ઉંઘ નો બીજો રાઉન્ડ શરુ થાય !! સાત વાગવામાં પાંચ મીનીટ ની વાર હોય ત્યારે સાઇબ હાજરી પૂરે એટલે અમે જાગ્રૂત લોકો આ ઉંઘણશીઓ ને ઉઠાડતા!!

જાન્યુઆરી સુધી તો આ રીતે હા’ઇલુ પણ પ્રિલિમીનરી પરિક્ષા માં નિરાશાજનક પરિણામ આઇવુ એટલે મમ્મી-પપ્પા એ મને gear બદલવાનું કીધુ. હવે મમ્મી એ સવા ત્રણ વાગે ઉઠાડવાનુ શરુ ક’ઇરુ, વાંચવા માટે. ક્યારેક તો મને શેરી નાં કૂતરા અને ભૂંડ ની પણ ઇર્ષા થાતી: એમને કાંઈ ચિંતા ખરી? નહિં કોઇ પરિક્ષા અને નહિં કોઇ ઉઠાડવા વાળુ. મને ત્યારે ઉઠાડતી વખતે અનુભવાતી ગ્લાનિ ને આજે પણ મમ્મી યાદ કરે છે.

મારા એક સાઇબ સાચુ જ કહેતા,” શિયાળાની સવારે બે જ જાત નાં લોકો દેખાય, (1) દુધવાળા અને (2) ધોરણ. 12 વિજ્ઞાન પ્રવાહ નાં વિદ્યાર્થીઓ!”

Sunday, November 20, 2005

હું : એક કુરુક્ષેત્ર

હું જ્યારે આઠમા ધોરણ માં ભણતો ત્યારે મારી હાઈસ્કુલ નાં પ્રીન્સીપાલ કહેતા કે દરેક માણસ ની અંદર મન અને આત્મા ની લડાઈ ચાલતી હોય છે. સાદી ભાષા માં સમજાવતા કે આત્મા એટલે બધી સારી વસ્તુઓ જેમ કે સખત પરિશ્રમ, સાત્ત્વિક વિચારો વગેરે વગેરે. ટૂંક માં આદર્શ જીવન જીવતી વ્યક્તિ નાં વિચારો આત્મા દ્વારા પ્રેરીત હોય છે. જ્યારે આળસુ અને પલાયનવાદી નાં વિચારો નું મૂળ મન (એટલે કે ઈન્દ્રીયો) હોય છે. આળસુ વ્યક્તિ લાંબુ નથી વિચારતી અને એટલે જ ટૂંકા ગાળા નાં લાભ માટે સિદ્ધાંતો સાથે આસાની થી compromise કરી લ્યે છે. અત્યારે મને ખબર પડે છે કે મારા સાઇબ નો આ બધી શિખામણ દેવા પાછળ નો હેતુ શું હતો અને એમનાં આ વિચારો કેવી રીતે ઘડાયા. પણ, ત્યારે તો સાઇબ ની ગેરહાજરી માં બધાય વર્ગમિત્રો એમની "ફિલોસોફી" ની મશ્કરી જ કરતા.

રોજ નિશાળો માં સુવિચાર બોલાતો: આળસ એ મોત નું ઓશિકું છે. પણ ત્યારે આળસ કેટલી ખતરનાક છે એનું સાચુ ભાન નો’તુ. હવે આટલા વરહ પછી પણ જ્યારે આળસ ને ખંખેરવાનું અઘરુ લાગે છે, ત્યારે મારા સાઇબ ઉપર ખુબ આદર ઉભરી આવે છે.

Indeed, ગાંધીજી સાચું જ લખે છે જ્યારે તેઓ ભગવદ ગીતા ઉપર ની તેમની ટીપ્પણી માં કહે છે કે (એમના મત મુજબ) મહાભારત નું યુદ્ધ કુરુક્ષેત્ર માં નો’તું લડાયુ, પણ મહાભારત તો દરેક વ્યક્તિ ની અંદર સારા પાંડવો અને નરસા કૌરવો વચ્ચે સદાકાળ ચાલે છે. અને બધા માટે ઇ જ જીવન નું સૌથી મોટું યુદ્ધ છે. અંગ્રેજી માં પણ જેકિલ અને હાઇડ ની વાર્તા આ જ સાર આપે છે.

સામાન્ય રીતે જોઇએ તો બહુ જ સાદી વાત લાગે છે; પણ મારા જેવા આળસુ માટે તો અત્યંત ગૂઢ છે.

Thursday, November 17, 2005

ભારતીય જીંદગી ની કિંમત

હમણાં જ બી.બી.સી. ઉપર જુલાઈ માં લંડન માં થયેલ ત્રાસવાદીઓ દ્વારા કરાયેલ બૉમ્બ બ્લાસ્ટ્સ ઉપર ડોક્યુમેન્ટરી જોઈ, જે માં 52 લોકો નાં કરૂણ મોત થ્યા’તા. સ્કોટલૅન્ડ યાર્ડ અને મેટ્રોપોલિટન પોલીસે ત્રણ થી ચાર દિ’ ની અંદર ગોતી લીધુ કે માનવ બૉમ્બ ક્યાં થી આઇવા હતા અને એક માનવ બૉમ્બ નો વિડિયો પણ મીડીયા એ રજુ ક’ઇરો. આખી દુનિયા માં આ બ્લાસ્ટ્સ દિવસો સુધી મુખ્ય સમાચારો માં રહ્યા, ભારત નાં છાપાં અને ટી.વી. ઉપર પણ.

દિલ્હી માં ધડાકા થ્યા એને આજે 15 દિ’ ઉપર થ્યુ. 61 જણ માર્યા ગ્યા’તા. પોલીસે હજી સુધી માં શું શું ક’ઇરુ? એક માણસ નો સાદો સ્કેચ બહાર પાઇડો અને એક માણસ ની ધરપકડ ક’ઇરી. આટલા દિ’ પછી હજી એટલી ખબર નથી પ’ઇડી કે કોણે ત્રણ જગ્યાએ બૉમ્બ મુ’ઇકા. આપણાં મીડીયા એ પણ દિલ્હી નાં બ્લાસ્ટ્સ ને ભૂલી જવાનુ પસંદ ક’ઇરુ છે. ધડાકા નાં માત્ર બે દિ’ પછી તો ટાઇમ્સ અને એન.ડી.ટી.વી ની વેબસાઇટ ઉપર ક્રિકેટ માં આપણી શ્રીલંકા ઉપર ની જીત અને મહેન્દ્ર ધોની ની બૅટિંગ મુખ્ય સમાચાર હતા. આપણા દેશ ની કમનસીબી તો જુઓ કે ભારત નાં મીડીયા ને લંડન કરતા દિલ્હી ની દુર્ઘટનાઓ માં ઓછો રસ છે.

આપણાં જ લોકો ની નજર માં એક ભારતીય જીંદગી ની કિંમત એક પશ્ચીમી જિંદગી કરતા ઓછી થઈ ગઈ છે. કોઈપણ દેશ ખાલી પૈસા થી મહાન નથી થાતો; દેશ ત્યારે મહાન થાય છે જ્યારે દેશ ની દરેક સંસ્થા, જાહેર કે ખાનગી, કસોટી નાં સમયે એક થઇને સમસ્યા નાં અંત સુધી પહોંચવામાં પોતાની જવાબદારી પ્રામાણિક અને દેશભાવ થી ભજવે.

આજે એક સરસ વિચાર વાંચવા મળ્યો. ઈંડિયન એક્સપ્રેસ હમણાં “IndiaEmpowered” નામ થી શ્રેણીબંધ લેખો બહાર પાડે છે. આજે એક વાંચક જિજ્ઞાબેન અગરવાલે લખેલું છે : India will be empowered only when the police becomes smarter than the criminals.

Tuesday, November 15, 2005

I'm back

હાઇશ, આખરે મારા કૉમ્પ્યુટરે ગુજરાતી માં લખવાનુ ચાલુ કઇ’રુ તો ખરુ!

નવા વરહ ની સવારે ઉઠતા વેંત જ ઘરે કૉમ્પ્યુટર ચાલુ કઇ’રુ અને જ્યારે ઇ ચાલુ નો’થ્યુ ત્યારે દિવાળી ની મજા બગડવાની શરુઆત થઈ ગઈ. પગ નીચે થી જમીન ખસી ગઇ. હ્રદય માં નવા વરહ નો જે ઉમંગ અને ઓરતાં હતાં ઈ ધુંધળા થાવા મ’ઇન્ડા. જલદી જલદી યુનિવર્સિટી જઇને CDs અને Desktop ચેક કઇરા અને જ્યારે ખાતરી ક' ઇરી કે હિન્દી ફિલ્મો સિવાય બધાય નું બૅકઅપ કરેલુ છે, ત્યારે શ્વાસ હેઠો બેઠો! બ્રિટિશ સાથી ને કીધુ કે જો નવા વરહ ને શરુઆત આવી થઇ તો ભગવાન જાણે આખુ વરહ કઇ રીતે જાશે?

મારી તો આ સળંગ ચોથી દિવાળી ભારત ની બહાર રહી એટલે થોડીક નિરાશાન તો હતી. એમાં દિવાળી પહેલા ના વીકએન્ડ ઉપર દિલ્હી માં ધડાકા થ્યા એટલે મૂડ વધારે બગડ્યો હતો. પણ એક બે લાગણી સભર પ્રસંગો દિવાળી નો ઉમંગ જીવિત રા’ઇખો. મારા ડીપાર્ટમેન્ટ નાં એક ભલા બ્રિટિશ ટેક્નીશીયન મારા માટે નાળીયેર નાં લાડવા બનાવીને લાઇવા’તા! એક યુગાન્ડન મિત્ર દિવડા લઇ આ’ઇવો. So, it went all well until the computer crashed!

By the way, જતાં જતાં એક વિરોધ નોંધાવતો જાઉ. ભારત તરફ થી પાકિસ્તાન ને 25 મિલિયન ડોલર (આશરે 1.14 અબજ રૂપિયા) “ધરતીકંપ પછીની રાહત માટે”. હમમ..., એમાં થી ખરેખર કેટલા રૂપિયા ગરીબ લોકો નાં ઉદ્ધાર માટે અને કેટલા રૂપિયા ભારતીય કાશ્મીરીઓ અને સૈનિકો ને મારવા માં વપરાશે, એની ચોખવટ તો ભારતે માંગવી જોઇ કે નહિં? આટલું બધું હેત રાતોરાત કેમ ઉભરાઇ ગ્યુ?

Monday, November 07, 2005

It happened

It really happened! I nearly lost my life (well, life means my work of last 2 yrs) at the beginning of this year. Just a few days ago I wrote about excuses we used to make for not finishing homework. Now, on the new year day my pc crashed. Luckily, I had got most of my data backed up (ne'tar, Raam Jaane atyare maari shu haalat hot). I'll restart writing this blog in Gujarati, once I have got my computer sorted out.

Tuesday, November 01, 2005

સાલ મુબારક

સહ્રદય દિવાળી ની શુભકામનાઓ અને નુતન વર્ષાભિનંદન.